મોરબી: રાજપર માધ્યમિક શાળામાં તારીખ 21/11/25 ને શુક્રવારના રોજ QDC કક્ષાનો કલા ઉત્સવ હર્ષોત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શાળાના પ્રાંગણમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમનો આરંભ શાળાના પ્રિન્સિપાલ એન.આર.ફળદુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક હર્ષદભાઈ ગોસ્વામીએ પધારેલ સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયકો અને સાથે DEO ઓફિસમાંથી પધારેલ ફાલ્ગુનીબેન ગોસ્વામી મંચસ્થ રહ્યા હતા.વિકસિત ગુજરાત@2047 થીમ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 20 વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને 5 શાળાઓ સહભાગી બની હતી. કલા ઉત્સવ અંતર્ગત ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ રજૂ કરેલી કૃતિઓમાં તેમની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા તથા મહેનતનો સરસ સંગમ જોવા મળ્યો હતો. ખાસ કરીને ગાયન અને વાદનમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.શાળાના શિક્ષક વિપુલભાઈ કાસુન્દ્રાએ કાર્યક્રમનું સમાપન કર્યું હતું. સ્પર્ધાના નિર્ણાયકો નિવૃત આચાર્યો રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયકો દ્વારા ચોક્કસ માપદંડોને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું અને વિવિધ વિભાગોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવ્યા. ગામના સરપંચ ભરતભાઈ મારવાણીયા પણ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આચાર્યએ વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરતાં તેઓને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રકારે શાળાનો QDC કક્ષાનો કલા ઉત્સવ ઉત્સાહભર્યો, સર્જનાત્મકતા ઉજાગર કરતો અને યાદગાર બની રહ્યો. કાર્યક્રમને સફળ બનાવવામાં માટે શાળાના શિક્ષક કાલરીયા પ્રવિણભાઈ, સહાયક અનિલભાઈ સાથે બાળકોને મહેનત કરી હતી.