મોરબી : મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તારીખ 23-11-2025 ને રવિવારના રોજ નીચેના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી સોરેન્ટો ફીડર હેઠળના વિસ્તાર જેવા કે, સોરેન્ટો સિરામિક, સિલ્વરપાર્ક સોસાયટી, યોગીનગર, ઘેંટા ઉછેર કેન્દ્ર, મધુ સ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર, ચિંતન વિદ્યાલય વિકાસ વિદ્યાલય વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.