મોરબી: મોરબીમાં ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ મેઇન્ટેનન્સની કામગીરીના કારણે આગામી તારીખ 23/11/2025 ને રવિવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં શોભેશ્વર અને હિરાણી ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 09:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી તેમજ રીયલ અને જીલ મિલ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 08:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી.), તેમજ ખેતીવાડીના વીજ જોડાણોમાં આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.