રૂ.7.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રોડના કામોનું ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કરાયું હતું ખાતમુહૂર્તમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં રૂ.7.27 કરોડના ખર્ચે 11 રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે રોડનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.મોરબી મહાનગરપાલિકા દ્વારા તા.૦૨/૦૮/૨૦૨૫ના રોજ શહેરી વિકાસ વર્ષ નિમિતે (૧) રૂ.૧૮.૬૧ લાખના ખર્ચે ચામુંડાનગરમાં સી.સી.રોડ, (૨) રૂ.૫૮.૦૧ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલ થી એસ.પી.રોડ સીધી સી.સી.રોડ, (૩) રૂ.૫૦ લાખના ખર્ચે કેદારીયા હનુમાન થી સેન્ટમેરી સ્કુલ સુધી સી.સી.રોડ અને (૪) રૂ.૫૭.૧૬ લાખના ખર્ચે ચિત્રકુટ શેરી નં.૧, ૨ અને ૩ માં સી.સી.રોડ, ત્યાર બાદ તા.૩૦/૦૯/૨૦૨૫ના રોજ સરદાર બાગ સામે (૧) રૂ.૧૪ લાખના ખર્ચે હરીપાર્કમાં સી.સી.રોડ આ ઉપરાંત તા.૧૫/૧૦/૨૦૨૫ના વિકાસ સપ્તાહ નિમિતે (૧) રૂ.૭૯ લાખના ખર્ચે યદુનંદન ગેટ થી સબજેલ સુધી ડામર રોડ, (૨) રૂ.૯ લાખના ખર્ચે પુનમ મોબાઈલ થી શિવાની સીઝન સેન્ટર સુધી ડામર રોડ. (૩) રૂ.૧૪ લાખના ખર્ચે કે સુપર ટોકીઝથી ત્રિકોણબાગ સુધી ડામર રોડ (૪) રૂ.૬૫ લાખના ખર્ચે વાવડી મેઈન રોડ રીસર્ફેસીંગ સી.સી.રોડ, (૫) રૂ.૧૦૭ લાખના ખર્ચે ગોપાલ સોસાયટીથી સમર્પણ હોસ્પિટલ સુધી ડામર રોડ અને (૬) રૂ.૨૫૬ લાખના લાલબાગથી પંચમુખી હનુમાન સુધી ડામર રોડના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. જે કામો પૂર્ણ થયેલ છે. આ ઉપરાંત બાકીના ખાતમુહુર્ત કરેલ તમામ કામો હાલ પ્રગતિ હેઠળ છે તેમ મહાનગરપાલિકામાં સિટી ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.