ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા સરકારના આદેશ મુજબ કપાસ ખરીદવામાં આવશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારા તાલુકામાં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા વર્ષ 2025-26ની કપાસની સિઝન માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી રાજકોટ-મોરબી હાઇવે પર છત્તર ગામ પાસે આવેલ શ્રી ગણેશ કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે શરૂ કરેલ છે.કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અનુસાર શંકર-6 જાતના વ્યાજબી સરેરાશ ગુણવત્તાવાળા કપાસનો ભાવ રૂ.1612 પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે. આ ગુણવત્તામાં તારની લંબાઈ 27.5 થી 29.0 મીમી, માઈક્રોનેયર વેલ્યુ 3.6 થી 4.8 તથા મહત્તમ ભેજનું પ્રમાણ 8 ટકા રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ કપાસ વેચાણ પહેલાં કપાસ કિશાન એપ અથવા કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન તથા સ્લોટ બુકિંગ કરાવવું ફરજિયાત છે. જે માટે આધાર કાર્ડ, 7/12, 8-અ અને વાવેતરનો દાખલો જરૂરી છે. ચુકવણી આધાર લિંક્ડ બેંક ખાતામાં PFMS દ્વારા સીધી જમા થશે, તેથી આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે. 8%થી વધુ ભેજવાળો કપાસ ટકાવારી મુજબ કપાત સાથે ખરીદાશે, જ્યારે 12%થી વધુ ભેજવાળો કપાસ ખરીદવામાં નહીં આવે.પૂછપરછ માટે CCI સેન્ટર નંબર નીચે મુજબ છે.8200908613