મોરબી : મોરબી જિલ્લામાં હાલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે આગામી તારીખ 22 અને 23 નવેમ્બરના રોજ મોરબી જિલ્લામાં મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક વિધાનસભા વિસ્તારમાં સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી BLO પોતાના મતદાન મથક પર હાજર રહી ગણતરી ફોર્મ પરત લેશે. આ ઉપરાંત 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે 1-1-2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તો ફોર્મ નંબર 6 ભરી અચૂક મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા કરાયો છે.