મોરબી: મોરબીના જેતપર-પીપળી રોડ વિસ્તારમાં રાત્રિના સમયે મોબાઇલ સહિતની વસ્તુઓ ચોરી કરતી એક ગેંગ સક્રિય થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ગેંગ રાત્રિના લગભગ 12:30 થી 1:00 વાગ્યાના અરસામાં આ વિસ્તારના કારખાનાના કેમેરામાં જોવા મળી હતી. સાનવી સ્ટેપ નામના યુનિટના માલિક હિતેશભાઈ અઘારાએ જણાવ્યું છે કે તેમના કારખાનાના CCTV ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા કેદ થયા છે. આ બંને વ્યક્તિ ચોર હોવાનું જણાય છે, અને તેઓ રાત્રે કારખાનામાં હાથફેરો કરે છે.આ ચોરો બાઈક લઈને આવે છે અને ચોરીને અંજામ આપે છે. તાજેતરમાં, તેમણે તુષાર ઠાકોર, ગોધરાવાળાનો મોબાઇલ ચોરી લીધો છે. ચોરી થયેલી વસ્તુઓમાં મુખ્યત્વે મોબાઇલ અને ટુવાલનો સમાવેશ થાય છે. આ ચોર ગેંગથી સાવધાન રહેવા અને રાત્રિના સમયે ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. જો કોઈને શંકાસ્પદ શખ્સો દેખાય તો સાવધાન રહેવા જણાવાયુ છે.