મોરબી: લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે તારીખ 20 નવેમ્બરના રોજ ડોગ બાઈટ અવેરનેસ પ્રોગ્રામ (DOG BITE AWARENESS PROGRAM) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ સંચાલક દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના ડાયરેક્ટર રમેશ કૈલાએ સ્વાગત ભાષણ આપ્યું હતું. ત્યારબાદ દરેક મહેમાનો ફેકલ્ટીસ અને સ્ટુડન્ટને કૂતરાના કરડવા વિશે સમજાવ્યું હતું. જેમાં રિસ્ક ફેક્ટર, કેવા પ્રકારની ડોગ બાઈટ હોય તેની સેફટી માટે શું કરવું, તેનું ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ કંઇ રીતે કરવું અને કઈ કઈ વેક્સિન આવે તેની સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં કૂતરા કરડવાથી કેવી રીતે બચવું ? ફર્સ્ટ મેજરમેન્ટ શું હોય અને વેક્સિનેશન શિડયુલ શું હોય અને તેમની રિસ્પોન્સિબિલિટી શું હોય તે સમજાવવાનો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજીસના તમામ વિભાગના પ્રિન્સીપાલ અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી, તે બદલ સંચાલક દ્વારા તમામ સ્ટેફગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.