મોરબી : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબીની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પેકેજીંગ પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ પેકેજીંગ ઉદ્યોગના પાર્થભાઈ બારૈયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા અમિત શાહ અને જગદીશ વિશ્વકર્માને આવકારવામાં આવ્યા હતા.