કાર્યક્રમ સ્થળે ખુરશીઓ ઘટી, લોકોને નીચે પલાઠી વાળીને બેસવું પડ્યું, ડોમની બહાર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડમોરબી : મોરબીમાં બપોરે 3:30 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું રવાપર- ઘુનડા ખાતે બનાવવામાં આવેલા હેલિપેડ ખાતે આગમન થઈ ગયું છે. તેઓ રોડ માર્ગે કમલમ ખાતે આવી રહ્યા છે. અહીં રસ્તામાં તેઓનું ભવ્ય સ્વાગત પણ થઈ રહ્યું છે. બીજી તરફ કાર્યક્રમ સ્થળે ભારે જનમેદની ઉમટી પડી છે. અહીં ખુરશીઓ ખૂટી પડતા મોટી સંખ્યામાં લોકો પલાઠી વાળીને નીચે બેસી ગયા છે. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ડોમ બહાર પણ જોવા મળી રહ્યા છે. અહીં અમિત શાહ આવી પ્રથમ કમલમની વિઝિટ કરવાના છે. ત્યારબાદ તેઓ સ્ટેજ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.