મોરબી : આજરોજ મોરબી ભાજપના કાર્યાલય કમલમના ઉદ્ઘાટન પ્રસંગે મોરબી આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને મોરબીના 7 વર્ષના બાળકે ચિત્ર ભેટમાં આપ્યું છે. મોરબીના 7 વર્ષના યુગ દિનેશભાઈ મહેતાએ આજરોજ કમલમ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન અમિત શાહનું ચિત્ર બનાવીને ભેટમાં આપ્યું છે. યુગ મહેતાએ આ ત્રીજી વખત અમિત શાહને આ રીતે ચિત્ર બનાવીને આપ્યું છે. આ ચિત્ર 24 બાય 28 ઈંચ સાઈઝનું છે. આ અગાઉ પણ બે વખત સાળંગપુર ખાતે અમિત શાહને તેણે ચિત્ર ભેટમાં આપ્યું હતું.