મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 20 નવેમ્બર ને ગુરુવારના રોજ 4276 ક્વિન્ટલ એટલે કે 21380 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1542 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 178 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 559 રૂપિયા બોલાયા છે. તો તલના 2270, મગફળીના 1330, જીરુંના 4050, બાજરાના 587, સોયાબીનના 911, અડદના 1051, ચણાના 1049 અને રાયડાના 1322 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 1200, ટમેટાના 800, કોબીજના 400, કાકડીના 800, લીંબુના 500, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.