મોરબી: મોરબીમાં જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે, શુક્રવાર, તારીખ 21/11/2025 ના રોજ, વીજ પુરવઠાની મેન્ટેનન્સ કામગીરીના કારણે અમુક વિસ્તારોમાં સવારે 08:00 થી સાંજે 04:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં 66 KV પાવાડીયારી સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી રોકલેન્ડ ફીડર હેઠળના તમામ વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.