મોરબી : મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 7 ડિસેમ્બર ને રવિવારના રોજ સાંજે 5 કલાકે મોરબીના પરશુરામધામ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી.કે. લહેરુના જણાવ્યા પ્રમાણે બ્રહ્મ સમાજના ભાઈઓ-બહેનો માટે આ વક્તૃત્વ સ્પર્ધા યોજાશે.આ વક્તૃત્વ સ્પર્ધા અલગ અલગ 3 કેટેગરીમાં યોજાશે. જેમાં કેટેગરી-1 (1 થી 12 વર્ષ સુધી)માં વિષય મારો પ્રિય રાષ્ટ્રભક્ત નેતા રહેશે. કેટેગરી-2 (13 થી 30 વર્ષ સુધી)માં વિષય રાજકારણમાં બ્રાહ્મણની સક્રિયતા જરૂરી છે રહેશે. જ્યારે કેટેગરી-3 (31 વર્ષ ઉપરના)માં વિષય રાજકીય ક્ષેત્રે બ્રાહ્મણોનું યોગદાન રહેશે. દરેક કેટેગરીમાં પ્રથમ 3 વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 30 નવેમ્બર સુધીમાં નામ લખાવવા જણાવાયું છે. નામ નોંધાવવા માટે (1) ડો. બી.કે. લહેરુનું દવાખાનું, શનાળા રોડ, મોરબી (મો.નં. 99132 22283), (2) ભૂપતભાઈ પંડ્યા પરશુરામધામ, મોરબી (મો.નં. 98256 71698), (3) આર.કે. ભટ્ટ, ગિરીરાજ સોસાયટી, મોરબી-2 (મો.નં. 99099 58188)નો સંપર્ક કરવા જણાવાયું છે.