સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિવિધ નાલાની સફાઈ કરાઈમોરબી : તારીખ 17 નવેમ્બરના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ક્લસ્ટર નંબર 4ની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં ક્લસ્ટર નંબર 4ના સફાઈ કામદારની હાજરીની ચકાસણી કરાઈ હતી. તથા ત્રાજપર પ્રાથમિક શાળા નંબર 1, માળિયા ત્રણ મંદિર પાસે, શક્તિ સોસાયટી, ભડીયાદ ગ્રામ પંચાયત પાસે આવેલ GVP પોઈન્ટ તથા ઉમિયાનગર, રામજી મંદિર પાસે આવેલા હેન્ડકાર્ટ પોઈન્ટની મુલાકાત કરવામાં આવી હતી.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા આલાપ રોડ, લીલાપર રોડ, ભડીયાદ તથા ઈન્દિરાનગર પાસે આવેલા નાલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત આજ રોજ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરથી નવલખી ફાટક, રેલવે સ્ટેશન રોડથી વીસી ફાટક, અરુણોદય સર્કલથી પંચમુખી હનુમાનજી મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિરથી ભડીયાદ ગ્રામ પંચાયત સુધી, મયુર બ્રીજ નીચે, એવન્યુ પાર્કથી બાપા સીતારામ ચોક, હાઉસિંગ બોર્ડથી ઉમિયા સર્કલ, લીલાપર ચોકડીથી નવાગામ રોડ, રવાપર ચોકડીથી રવાપર ઘુનડા રોડ તથા રાજપર ચોકડી પાસે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.