મોરબી: મોરબી જિલ્લા પંચાયત હેઠળનાં હળવદ તાલુકા પંચાયતમાં ઈ-ગ્રામ પંચાયતનાં સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર) ની સેવાઓ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનાં ધોરણે ઈ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા માટેની ભરતી હેઠળ 4 ગ્રામ પંચાયતમાં ખાલી રહેલ ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર) ની જગ્યાઓ પર કમિશન આધારિત મહેનતાણાથી ભરતી કરવાની થાય છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ જે તે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી પાસે જમા કરાવવાનું રહેશે. ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ભરતીની અરજી અંગે ની મર્ગદર્શિકા અને ફોર્મ મેલવવા માટે morbidp.gujarat.gov.in/ આ લિંક પરથી મેળવી લેવી જગ્યાનું નામ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) ભરતી માટેની જાહેરાત, શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી (CCC) જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-7 માં અરજી કરવાની રહેશે જગ્યા ખાલી રહેલ ગામોમાં મંગળપુર, ખોડ, નવા ઘનશ્યામગઢ, ધનાળામાં સમાવેશ થાય છે તેમ જિલ્લા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.