મોરબી: મોરબીના પીપળી રોડ પર ખુલ્લા અને બેફામ ડમ્પરોએ સ્થાનિક વાહનચાલકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. આ ડમ્પરો ખુલ્લી હાલતમાં ઝડપથી ફરી રહ્યા છે, જેના કારણે તેમાંથી માટી અને અન્ય બાંધકામ સામગ્રી રસ્તા પર સતત ઢોળાઈ રહી છે. આ રીતે માટી ઢોળાવાના કારણે રસ્તાની સપાટી લપસણી બની જાય છે. પરિણામે, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ગંભીર ભય સર્જાયો છે.જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.