મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તા. 21-12-2025ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત હરિફાઈ તથા વેશભૂષા હરીફાઈ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે.આ રમતગમત હરિફાઈ અંતર્ગત ધોરણ LKG થી ધો. 1ના વિદ્યાર્થીઓ માટે રમત પીક-અપ બોલ , ધોરણ 2 થી 4ના વિદ્યાર્થીઓ માટે રમત લીંબુ ચમચી ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે રમત એક મિનિટ હરીફાઈ રહેશે. તથા વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન અંતર્ગત ધોરણ LKG થી 4ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તથા ડાન્સ હરીફાઈ અને ધોરણ 5થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકાશે. આ વેશભૂષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ 75 એન્ટ્રી સ્વીકારવામાં આવશે. આ હરીફાઈનો રઘુવંશી બાળકો વધુમાં વધુ લાભ લે અને હરીફાઈનું ફોર્મ ભરવાની છેલ્લી તા.18-12-2025 ને ગુરૂવાર હોવાનું રઘુવંશી યુવક મંડળની યાદીમાં જણાવાયું છે. તથા ફોર્મ મેળવવા તથા સ્વીકારવા માટેના (1) કેવિન ગેસ સર્વિસ : નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી. મો. 98798 34034, (2) દરિયાલાલ આલુ ભંડાર : નવાડેલા રોડ, મોરબી. મો. 98981 14348 પર સંપર્ક કરવા જણાવાયું છે.