મોરબી: મોરબી શહેર પેટા-વિભાગ-૦૨ હેઠળ વીજ પુરવઠાના આવશ્યક મેન્ટેનન્સ કામગીરીને કારણે આવતીકાલે, ગુરુવાર, તારીખ ૨૦/૧૧/૨૦૨૫ ના રોજ, ચિત્રકુટ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.