મોરબી : મોરબીમાં આગામી તારીખ 23 નવેમ્બર ને રવિવારના રોજ ડો, હસ્તલેખાબેન મહેતા (હસ્તીબેન)ના 197માં અને 198માં કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં 6 હજાર વર્ષ જુની કાસ્ય થેરાપી કેમ્પ અને ફ્રી ઈસીજી (કાર્ડિયોગ્રામ) કેમ્પ યોજાશે.આ કેમ્પનું આયોજન 23 નવેમ્બરે સવારે 9 થી 12 વાગ્યા સુધી મોરબીના 3-કાયાજી પ્લોટ, ધન્વતંરી ભવન ખાતે યોજાશે. ફ્રી ઈસીજી કેમ્પના સૌજન્ય માતા સ્વ. રમીલાબેન હરકિશનભાઈ પારેખ હસ્તે દર્શક હરકિશનભાઈ પારેખ છે. જેમાં રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલનો સહયોગ મળશે. જ્યારે કાસ્ય થેરાપી કેમ્પના સૌજન્ય સ્વ. અનેરી રાજેશભાઈ શાહ છે. બન્ને કેમ્પમાં 50-50 દર્દી જ લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી લેવા જણાવાયું છે. નામ નોંધાવવા માટે મો.નં. 9409744680 પર સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે.