પાક સહાયના ફોર્મ ભરવા સમયે જ ઈ-ધરામાં સર્વર ડાઉનના પ્રશ્ન : જિલ્લાના 30592 ખેડૂતોના પાક સહાયના ફોર્મ હજુ વીસીઇ કક્ષાએ પેન્ડિંગમોરબી : રાજ્યમાં ઓક્ટોબર માસના અંતભાગમાં પડેલા કમોસમી વરસાદને કારણે મોરબી સહીત સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખરીફ પાકનો સફાયો બોલી ગયો છે. ખરીફ મોસમમાં થયેલા માવઠા બાદ સરકારે જાહેર કરેલી રાહત સહાય મેળવવા માટે 15 દિવસમાં ખેડૂતોને અરજી ફોર્મ ભરવા મુદત આપવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાં 38,172 ખેડૂતોએ પાક નુકશાની સહાય મેળવવા અરજી કરી છે. જો કે, બીજીતરફ 15 દિવસમાં જ ફોર્મ ભરીને આપવાના હોય હાલમાં જિલ્લામાં તમામ ઈ-ધરા કેન્દ્રમાં ખેડૂતો 7/12ના દાખલા કઢાવવા જતા હોવાથી સર્વર ડાઉનની સમસ્યા પણ જોવા મળી રહી છે.રાજ્યમાં કમોસમી વરસાદ બાદ સરકારે ખેડૂતોને થયેલા પાક નુકશાન અંગે રાહત પેકેજ જાહેર કરી બે હેક્ટરની મર્યાદામાં સહાય માટે 7-12, 8-અ, વાવેતર નો દાખલો, બેન્ક પાસબુક, આધારકાર્ડ સાથે દરેક ગામમાં પંચાયત ખાતે વીસીઇ મારફતે ઓનલાઇન અરજી માટેની 15 દિવસની સમય મર્યાદામાં અરજી કરવા મુદત આપી છે ત્યારે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 38.172 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો પૈકી 55 ખેડૂતોની અરજી રિટર્ન કરવામાં આવી છે. સાથે જ વીસીઇ મારફતે રજીસ્ટર્ડ થયેલ અરજીઓ પૈકી 7580 અરજીઓ સબમિટ થઈ છે અને હજુ પણ 30,592 અરજીઓ વીસીઇ કક્ષાએ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.જિલ્લામાં ક્યાં તાલુકામાંથી કેટલી અરજીતાલુકો/શહેર અરજીહળવદ 7,343માળીયા 5,301મોરબી ગ્રામ્ય 11,520મોરબી શહેર 253ટંકારા 6,398વાંકાનેર 7,371કુલ 38,172ઈ-ધરામાં સર્વર ડાઉનની સમસ્યામોરબી શહેર જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોના ખરીફ પાકને થયેલ નુકશાન મામલે હાલમાં રાજ્ય સરકાર દ્વારા પાક નુકશાની સહાય માટે 15 દિવસની સમય મર્યાદામાં અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે ત્યારે સ્વાભાવિક પણે જ અરજી સાથે જોડવા માટે 7/12. 8-અ સહિતના દાખલા માટે ખેડૂતો ઈ-ધરા કેન્દ્રમાં લાઈનો લગાવી રહ્યા હોવાથી ઈ-ધરા કેન્દ્રના સર્વર ઉપર માર આવતા સર્વર ડાઉન થઇ જતા ખેડૂતોને કલાકો સુધી લાઈનો લગાવવી પડતી હોવાનું સામે આવ્યું છે.