મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ અને મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તારીખ 19/11/2025 બુધવારના રોજ 66 કેવી ઘૂંટું 1 સબસ્ટેશનમાં મેન્ટેનન્સ કરવાની કામગીરી હોવાથી પીપળી જેજીવાય ફીડર સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી અને એમ હોસ્પિટલ ફીડર સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ ફીડર હેઠળના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વીજ કાપ રહેશે.પીપળી જેજીવાય ફીડરમાં આવતા તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ, સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસિડેન્સી, હરિગુણ રેસિડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જ્યારે એમ હોસ્પિટલ ફીડર હેઠળ આવતા લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણન સોસાયટીમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.