આર્થિક સંકળામણમા ભાગીદારના કમ્પાઉન્ડમા અંતિમ પગલું ભરી લીધું, સ્યુસાઇડ નોટ કબ્જેહળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર રહેતા અને શોર્ટકસનો બિઝનેશ કરતા વેપારી યુવાને આર્થિક સંકળામણમા ગઈકાલે પોતાના ભાગીદારના નવા બની રહેલા બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં જઈ ક્રેટા કારમાં બેસી ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સરા રોડ પર આવેલ ઉમા સોસાયટીમાં રહેતા મૂળ મોરબીના પીપળીયા ગામના વતની નવનીતભાઈ રુગનાથભાઈ આદ્રોજા ઉ.44 નામના શોર્ટકસના વેપારી યુવાને આર્થિક ભીંસમાં આવી જઈ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો.વધુમાં વેપારી નવનીતભાઈ પોતાની ક્રેટા કાર લઇ કેદારીયા ગામ નજીક પોતાના ભાગીદારના નવા બની રહેલા બિલ્ડીંગના ગયા હતા. જ્યાં ક્રેટા કારમાં બેસી દવા પી અંતિમ પગલું ભરી લીધું હતું.વેપારી યુવાન પાસેથી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.