મોરબી : ચિત્રા હનુમાનજી ધુન મંડળ, શનાળા રોડ, મોરબી અને ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી-2ના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા યુનિક સ્કૂલ મોરબી-2 ખાતે 13માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કાર ધામ બ્લડ બેંકના સેવાભાવી ભાઇઓ અને બહેનો દ્વારા સવારના 8 કલાકથી બપોરના 1 કલાક સુધી રક્તદાતાઓને કાંઈ પણ મુશ્કેલી ન પડે તે રીતે કાર્ય કર્યું હતું. આ રક્તદાન કેમ્પની શરૂઆત દિપ પ્રાગટય ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી. સી. ફુલતરિયા તથા સભ્યો મહાદેવભાઈ ચિખલિયા નાનજીભાઈ મોરડીયા તેમજ ઉમા ટાઉનશિપના સેવાભાવી સભ્યો રતિલાલભાઈ ભોરણિયા મનુભાઈ જાકાસણિયા ગોપાલભાઈ સરડવા તથા ટાઉનશિપની બહેનો દ્વારા કરવામાં આવી આ રક્તદાન કેમ્પમાં આશરે 103 ભાઈઓ અને બહેનોએ રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી આ કેમ્પમાં કાન્તિભાઈ વૈષ્ણાનીએ 114મી વખત અને મનુભાઈ જાકાસણિયાએ 75મી વખત રક્તદાન કરી ઘણા લોકોનું જીવન બચાવી ઉમદા સેવા કાર્ય કર્યું છે. તેમજ તમામ રક્તદાતાઓને ઉમા ટાઉનશિપ પરિવારના સભ્યો અને શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો દ્વારા પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી. આ સેવા કાર્યમાં મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાન્તીભાઈ અમૃતિયાનો ટેલિફોનિક શુભેચ્છા સંદેશો આવ્યો હતો તેમ ઉમા ટાઉનશિપના સભ્યો મનસુખભાઈ જાકાસણિયા અને રતિલાલ ભાઈ ભાલોડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.