વાડીએથી ઘેર પરત જતી વખતે કેનાલમાં હાથ પગ ધોવા જતા પડી જતા મોતહળવદ : હળવદ તાલુકાના જુના અને નવા ઇશનપુર ગામ વચ્ચે પસાર થતી કેનાલમાં હાથપગ ધોવા જતા લપસીને કેનાલમાં પડી ગયેલ મૂળ મયાપુર ગામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામે રહેતી મૂળ મયાપુર ગામની વતની વિધિબેન અશિષભાઈ જાદવ ઉ.18 નામની યુવતી ગઈકાલે બપોરના સમયે વાડીએથી ઘેર જતી હતી ત્યારે જુના અને નવા ઇશનપુર ગામની વચ્ચે આવેલ કેનાલમાં હાથપગ ધોવા તેમજ પાણી પીવા જતા પગ લપસી જતા કેનાલના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.