મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 18 નવેમ્બર ને મંગળવારના રોજ 2381 ક્વિન્ટલ એટલે કે 11905 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1535 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 170 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 600 રૂપિયા બોલાયા છે. તો તલના 2410, મગફળીના 1272, જીરુંના 4050, સોયાબીનના 850, અડદના 846, ચણાના 1057 અને કાળા તલના 5101 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 900, ગુવારના 1800, ભીંડાના 1200, ટમેટાના 800, કોબીજના 400, કાકડીના 800, લીંબુના 700, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.