વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં બે મહત્વપૂર્ણ કાર્યક્રમોની પૂર્વ તૈયારી માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી 18મી નવેમ્બર, 2025 ને મંગળવારના રોજ યોજાનારી 'અખંડ ભારતના શિલ્પકાર' અને 'લોખંડી પુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત, 21મી નવેમ્બર, 2025, શુક્રવારના રોજ મોરબી ખાતે યોજાનારા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ્'ના ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેવાના છે. આ બંને કાર્યક્રમોની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.