શાળાના 110 બાળકો દ્વારા 1111 ઈકો બ્રિક્સ બોટલ ભેગી કરી પોલીથીન પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવીમોરબી : મોરબીની અણીયારી પ્રાથમિક શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અણીયારી પ્રાથમિક શાળાના 110 બાળકો દ્વારા 1111 ઈકો બ્રિક્સ બોટલ ભેગી કરી પોલીથીન પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી શાળાને અનોખું ગૌરવ અપાવ્યું છે.મહત્વનું છે કે, આજની વૈશ્વિક સમસ્યા પર્યાવરણની છે. છેલ્લા એક દાયકામાં પર્યાવરણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ખોટા ઉપયોગથી કેન્સર અને એના જેવા ભયંકર રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. દરિયામાં, નદીમાં, તળાવમાં જ્યાં જુવો ત્યાં પોલીથીન પ્લાસ્ટિક દેખાય છે. આ જોતા સરકાર સ્વચ્છતા હી સેવા અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. સરકાર દ્વારા આવા અનેક અભિયાન ચાલુ કર્યા છે. જેમાં છેલ્લા એક વર્ષથી મિનેષ પ્રજાપતિ આચાર્ય વાર્તાનો વડલો મહમદપૂરા પ્રાથમિક શાળા કપડવંજ સાથે પુલકિતભાઈ જોશી અને સમગ્ર રાજ્ય સંયોજક ટીમ ગુજરાત દ્વારા શાળાઓને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન ચાલુ કર્યું છે. જો ઘરે પ્લાસ્ટિક હોય તો માત્ર એક દિવસના પ્રયોગથી નકામી પ્લાસ્ટિકની બોટલમાં નકામું પોલીથીન પ્લાસ્ટિક ભરે અને શાકભાજી લેવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરે એવા ઘરે મેસેજ આપે તેવું મહાઅભિયાન ચાલુ કર્યું છે. જેમાં શરૂઆતમાં પર્યાવરણ ગતિવિધિ જોડાઈ અને સાથે શાળા પણ જોડાઈને 500 બોટલ એકત્ર કરવામાં આવી અને વર્ષ ભેર પ્રયોગ કરતા ધ્યાનમાં આવ્યું કે ફક્ત એક વર્ષમાં જેમાં શરૂઆતમાં 500 શાળાના 1 લાખ બાળકો દ્વારા ચોકલેટ, પડીકા બંદ કરી સિંગલ યુઝ પોલીથીન નકામી પ્લાસ્ટિકની બોટલમાં ભરી 5 લાખ બોટલ એકત્ર કરી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવામાં આવી હતી. અને સમગ્ર બોટલ બગીચામાં કે રિસાયકલમાં કે નગર પાલિકામાં દિવાલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભિયાન સફળ થતા વધુ વેગ મળ્યો હતો અને આગળ વધારતા સ્વરછતા હી સેવા, પર્યાવરણ પ્રયોગશાળા તેમજ ઈકો ક્લબ અંતર્ગત 2525 શિક્ષકો દ્વારા પર્યાવરણ પર કરવામાં આવેલા કામને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એમ કુલ 3000 શાળાના 2 લાખથી વધુ બાળકો જોડાયા હતા. આ અભિયાનમાં મોરબીની અણીયારી પ્રાથમિક શાળાના શિક્ષિકા કાપડિયા માધવીબેન સુરેશભાઈ તથા શાળાના અન્ય શિક્ષકોએ સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં જોડાઈ શાળા પ્લાસ્ટિકમુક્ત બનાવી છે. સમગ્ર અહેવાલ વર્લ્ડ વાઈડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર પ્રયોગ સફળ રહેતા વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર અણીયારી પ્રાથમિક શાળાને એનાયત કરવામાં આવ્યો હતો.