મોરબી : અમૃતસરના માનસિક અસ્વસ્થ સરદારજી જે ભુલા પડી મોરબી પહોંચ્યા હતા. અહીં સેવાભાવીઓએ તેમને આશરો આપી પરિવારનો સંપર્ક કરતા તેમના પરિવાર સાથે સુખદ મિલન થયું છે. જગદીપસિંગ પ્યારાસિંગ સરદારજી ઉ.વ. 37 રહે. અમૃતસરવાળાના માતા-પિતાનું અવસાન થવાથી લાગી આવતા માનસિક અસ્વસ્થ થઈ ગયા હતા. તેઓ અમૃતસરથી ત્રણ મહિના પહેલા ઘરેથી નીકળી ગયેલ હોય ફરતા ફરતા મોરબી નગર દરવાજા ચોકમાં બે દિવસથી જોવા મળતા હતા. તેઓ અસ્વસ્થ લાગ્યા હોય તેને નાસ્તો કરાવી યદુનંદન ગૌશાળામાં સારી સારવાર મળતા પોતે પોતાના સગા ભાઇનું નામ અને એડ્રેસ કહ્યું હતું. જેથી તેમનો કોન્ટેક કરતા આજરોજ તેના ભાઈ અને કાકા અમૃતસરથી અહીં આવી પહોંચતા સુખદ મિલન થયું હતું. આ સેવાકાર્યમાં કોન્સ્ટેબલ ભાનુભાઈ, ટી.આર.બી. ફારુકભાઈ ,નીતિનભાઈ, મેહુલભાઈ સહિતના જોડાયા હતા.