મોરબી : પોપટભાઈ મોતીચંદ પારેખના સૌજન્યથી તા. 16-11-2025ના રોજ ડૉ.હસ્તલેખાબેન મહેતા (હસ્તીબેન)ના 197માં નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન 3, કાયાજી પ્લોટ, ધન્વંતરી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાજકોટના મનસુખભાઈ ભાડલા સુપ્રિદ્ધ કાંસ્ય થેરાપી નિષ્ણાત દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 100થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ડૉ. હસ્તિબેન દવાખાને રાહત ભાવે 6 દિવસ થેરાપી આપવામાં આવશે. આ સાથે જ તા. 23-11-2025 ને રવિવારે સવારે ફ્રી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આ કેમ્પને સફળ બનાવવા ડૉ.બીપીનભાઈ લહેરુ તેમજ દવાખાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સહાયક તરીકે ચંદ્રલેખાબેન મહેતા, દર્શનબેન ત્રિવેદી, કૌશિકાબેન રાવલ, નિવેદિતા શાસ્ત્રી દ્વારા સુંદર સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી હતી.