મોરબી : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે તારીખ 17 નવેમ્બરના રોજ નંદીઘરમાં મૃત્યુ પામેલા નંદીઓની આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા જણાવ્યું છે કે, મોરબી નગરપાલિકા સમયે જે નંદીઘર મામલે થયેલ ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ દ્વારા ઘણી બધી વખત રજૂઆત અને આંદોલન કરવામાં આવ્યાં પણ તંત્ર કોઈ તપાસ કરતું નથી. ત્યારે આવતીકાલે મારો જન્મદિવસ હોય શહેર કોંગ્રેસ દ્વારા ત્યાં નંદીઘરમાં ભ્રષ્ટાચારનાં હિસાબે મૃત્યુ પામેલા નંદીઓની આત્માની શાંતિ માટે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ યજ્ઞ કાલે 17 નવેમ્બરે સવારે 10 કલાકે મોરબીના પંચાસર રોડ પર મામાદેવના મંદિરની બાજુમાં આવેલા નંદીઘર ખાતે યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ પાઠવાયું છે.