મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 17/11/2025ના રોજ કેટલાંક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં આઈબીસ, મહાશક્તિ, સિમ્પોલો ઇન્ડસ્ટ્રીયલ ફીડર તથા પૂજા ખેતીવાડી ફીડર સવારે 8 થી સાંજે 4.00 વાગ્યા સુધી બંધ રહેશે.જેતપર ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 17/11/2025, સોમવારના રોજ કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં 66 KV રંગપર 2 સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવી ઇમ્પીરિયમ ફીડર અને 11 કેવી મોનોલીથ ફીડર સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. તેથી ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.