હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના નરાળી ગામની સીમમાંથી મોરબી AHTU ટીમે ઝડપી પાડ્યો છે. સમગ્ર વિગત અનુસાર, હળવદ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.02/2011 આઈ.પી.સી. કલમ 363, 366 મુજબના ગુન્હાના કામનો આરોપી તથા ભોગ બનનાર હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામની સીમમાં રહેતો હોવાની બાતમી મળતાં મોરબી AHTU ટીમ દ્વારા તપાસ કરતા આરોપી ગિરધરભાઈ ઉર્ફે ગિધાભાઈ રહે. નરાળી તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળો ફરિયાદીની સગીર વયની દીકરીને કવાડિયા ગામ તા. હળવદ, જી. મોરબી ખાતેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી ગિરધારભાઈ ઉર્ફે ગિધાભાઈને સુરેન્દ્રનગર જિલ્લાના નરાળી ગામની સીમમાંથી ભોગ બનનાર સાથે મળી આવતા બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.