મોરબી : ઉમા વિદ્યા સંકુલ દ્વારા તા. 17-11-2025 ને સોમવારના રોજ સવારે 8 થી સાંજે 4:30 કલાક દરમિયાન ઉમા વિદ્યા સંકુલ, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, મોરબી-2 ખાતે બિઝનેસ કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ જાગૃત થાય તેમજ પોતાનો વ્યવસાય આસમાનની ઉંચાઈ સુધી લઈ જાય અને વ્યવસાયમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે હેતુથી તેમજ સાંપ્રત સમયની જરૂરિયાતની સમજ આ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવે છે. માત્ર બિઝનેશ કાર્નિવલ જ નહીં સાથે સાથે શીખવા જેવી પ્રવૃત્તિઓ, ખાણી-પીણીના સ્ટોલ તેમજ શોપિંગનું પણ આયોજન કરેલ છે. ત્યારે આ બિઝનેશ કાર્નિવલમાં પધારવા અશ્વિનભાઈ અઘારા તથા ઉમા વિદ્યા સંકુલ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.