પોલીસને જોઈ આરોપી નેશનલ હાઇવે પર કાર રેઢી મૂકી નાસી ગયો મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવતા મકનસર પોલીસ હેડક્વાટર્સ નજીક એક શંકાસ્પદ કાર ચાલક કાર રેઢી મૂકી નાસી જતા કારમાંથી 500 લીટર દેશી દારૂ કબ્જે કરી કાર મૂકી નાસી ગયેલા આરોપી વિરુદ્ધ કાર નંબરના આધારે પોલીસે ગુન્હો નોંધ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર દેશી દારૂની કારમાં હેરફેર થતી હોવાની બાતમીને આધારે વોચ ગોઠવતા મકનસર પોલીસ હેડક્વાટર્સ નજીક જીજે - 03 - એનબી - 5592 નંબરની કાર રેઢી હાલતમાં મળી આવતા કાર ચેક કરી હતી. જેમાં પોલીસને કારમાંથી દેશી દારૂનો 500 લિટરનો જથ્થો કિંમત રૂપિયા 1 લાખ મળી આવતા પોલીસે 4 લાખની કાર સહિત કુલ રૂપિયા 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર મૂકી નાસી ગયેલા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.