આ શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મોરબી : મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ગેસ, એસીડીટી, કબજિયાતમાં ફાયદા, વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે. આ શિબિરમાં આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ - ધ્યાન - યોગ્ય ખોરાકની સમજ - યોગાસન - આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે.તો રજિસ્ટ્રેશન માટે તા.7-12-2025 રવિવારના રોજ સાંજે 7 કલાકે સ્થળ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેન રોડ મોરબી ખાતે મુલાકાત લેવી. તથા નવનીત કુંડારિયા મો.9825224898, ધ્રુવ દેત્રોજા મો.9913111202, અંબારામ કવાડીયા મો.9825263142 પર સંપર્ક કરાવવા યાદીમાં જણાવાયું છે.