મોરબી: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) આપવામાં આવી હતી.આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ લાભાર્થીને રોજિંદી જિંદગીમાં ગમે તેમ આવાગમન કરવા, આત્મનિર્ભર બનવા તથા સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવન જીવવામાં મદદ મળશે. મુસ્કાન વેલફેર સોસાયટી વર્ષોથી સમાજના વંચિત, નિરાધાર, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ વર્ગોને સહાયતા પૂરી પાડવામાં સતત કાર્યરત રહી છે. આ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી જણાવવામાં આવ્યું કે, આવનારા સમયમાં વધુને વધુ લોકો સુધી મદદ પહોંચાડવાનું સંકલ્પ સતત રહેશે.