મોરબી : હાલ ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ SIRની કામગીરીનો સમયગાળો વધારવા અને BLOની સાથે સહાયકોની નિમણૂક કરવા આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ માગ કરવામાં આવી છે.કે.ડી. બાવરવાએ જણાવ્યું છે કે, SIRની કામગીરી અંતર્ગત BLOએ ઘરે ઘરે એકવાર ગણતરી પત્રક પહોંચાડ્યા છે. બીજીવાર તે લેવા જવાના છે. ત્યારે BLOઓ દ્વારા ખાનગી રાહે માહિતી મળી છે કે, તેઓને 100 ટકા કામગીરી બતાવવાની ફરજ પાડવામાં આવે છે. જેથી તેઓ ઓનલાઈન 100 ટકા કામગીરી બતાવી દે છે. પરંતુ હકીકતમાં 100 ટકા લોકો મળતા નથી. જેથી BLO ખૂબ જ ટેન્શનમાં છે. ઘણા વિસ્તારમાં ઓછુ ભણેલા લોકો હોય છે જેથી BLOને તેઓના ફોર્મ ભરી આપવા પડે છે. ત્યારે આ કામગીરી ખૂબ જ સમય માગી લે તેવી છે. ત્યારે સમયગાળો વધારવામાં આવે અને BLOને સહાયક કર્મચારીની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.