વર્ષ 2023ના બનાવમાં પોકસો કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો : ભોગ બનનાર સગીરાને રૂ.6 લાખનું વળતર આપવા પણ હુકમમોરબી : મોરબીમાં બે વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જઈ જાતીય હુમલો કરનાર શખ્સને પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાથે ભોગ બનનાર સગીરાને રૂ.6 લાખનું વળતર આપવા પણ હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં રંગપર ગામ પાસેના એક સિરામિક એકમમાં રહેતી 11 વર્ષની સગીરાને કાળુભાઈ ગોપાલભાઈ પુંજાભાઈ તાહેડ, ઉ.વ.24 રહે.જાંબુઆવાળો જાતીય સતામણી કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ આરોપીએ ભોગ બનનાર સગીરા સાથે વારંવાર ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો કર્યો હતો. જે મામલે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ કેસ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદ એટલે કે બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે રૂ.35 હજારનો દંડ ફટકાર્યો છે. વધુમાં કોર્ટે ભોગ બનનારને રૂ.6 લાખ તથા આરોપી જે દંડની રકમ આપે તે રૂ.35 હજાર મળી કુલ રૂ.6.35 લાખ વળતર પેટે આપવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ નિરજ કારીયા રોકાયા હતા.