મોરબી : એડવોકેટ નર્મદા બી. ગડેશિયા (નર્મદા એસ. પોરડીયા) એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ નોટરી તરીકે નિમણૂક મેળવી છે, જે એક ગૌરવશાળી સિદ્ધિ છે. એડવોકેટ નર્મદા ગડેશિયાનું કાર્યક્ષેત્ર હાલમાં મોરબી, હળવદ અને ધ્રાંગધ્રા ખાતે છે. તેમની આ નિમણૂક બદલ ધ્રાંગધ્રા અને હળવદના કાયદાકીય અને સામાજિક ક્ષેત્રે તેમનું ગૌરવશાળી સન્માન કરવામાં આવ્યું છે. નોટરી તરીકે નિમણૂક થતા તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.