રીંગણા, ગુવાર અને ભીંડાના ભાવમાં વધારોમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 15 નવેમ્બર ને શનિવારના રોજ 2126 ક્વિન્ટલ એટલે કે 10630 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1581 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 117 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 565 રૂપિયા બોલાયા છે. તો તલના 2330, મગફળીના 1200, જીરુંના 3870, બાજરાના 467, અડદના 1122, ચણાના 1045 અને સોયાબીનના 936 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1600, કારેલાના 900, ગુવારના 1800, ભીંડાના 1400, ટમેટાના 800, કોબીજના 400, કાકડીના 700, લીંબુના 600, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.