મોરબી : મોરબીની પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા તરીકે નામના ધરાવતી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓને આવવું ગમે, ભણવું ગમે, રોકાવું ગમે એ માટે શાળામાં અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ માટે ખુશીના પ્રસંગે ભાવતા ભોજન કરાવવામાં આવે છે. એ અન્વયે શાળાના પ્રિન્સિપાલ અને શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને મુખ્ય શિક્ષક સંઘના રાજ્યના ઉપાધ્યક્ષ દિનેશભાઈ વડસોલાના આંખના સર્જન દીકરા ડો.તરૂણ વડસોલા અને પુત્રવધુ એમ.ડી. ડો.પ્રેક્ષા વડસોલાના ઘરે લક્ષ્મીજી રૂપે દીકરીની પધરામણી થતા દાદા બનવાની ખુશીમાં પીએમશ્રી માધાપરવાડીની 400 બાળાઓ તેમજ સીઆરસી કક્ષાના ગણિત - વિજ્ઞાન પ્રદર્શનમાં આવેલ માર્ગદર્શક શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો બંને શાળાના શિક્ષકો એમ કુલ મળી 500 જેટલા લોકોને ભેળનો અલ્પાહાર કરાવી દીકરી જન્મના વધામણાં કર્યા હતા.