10 એથ્લેટિક્સ રમતોમાં પ્રથમ ક્રમ સાથે વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શનમોરબી : માળીયા તાલુકા કક્ષાના ખેલ કુંભ – 2025 અંતર્ગત એથ્લેટિક્સ રમતોની સ્પર્ધાનું આયોજન તા.13-11-2025ના રોજ મોટા દહીંસરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સાર્વજનિક હાઈસ્કૂલના અંડર–14 તથા અંડર–17 એમ બંને વય જૂથોમાં કુલ 30 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અત્યંત નોંધપાત્ર પ્રદર્શન કરતાં 10 વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ, 4 વિદ્યાર્થીઓએ દ્વિતીય ક્રમ અને 5 વિદ્યાર્થીઓએ તૃતીય ક્રમ મેળવો હતો.એમ કુલ 19 વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં સ્થાન હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું. અંડર–17 (ભાઈઓ)માં જશાપરા મિત પ્રવીણભાઈ – ઊંચી કૂદ અને 100 મીટર દોડ – પ્રથમ (ઓપન વયજુથ), ઠુંગા સહદેવ મુનાભાઈ – ચક્રફેંક અને 1500 મીટર – પ્રથમ, ઠુંગા રોહિત મશરૂભાઈ – ગોળાફેંક – પ્રથમ, હાડગરા કિશન નવઘણભાઈ – બરછીફેંક – પ્રથમ, શિયાર ધ્રુમિલ રાજેશભાઈ – 200 મીટર – પ્રથમ, ગમારા સાહીલ દેવાભાઈ – 400 મીટર – પ્રથમ તથા અંડર–17 (બહેનો)માં આડેસરા સુહાની સુરેશભાઈ – ગોળાફેંક – પ્રથમ, ધંધાણીયા ગોપી પ્રકાશભાઈ – 200 મીટર – પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વિજેતા તમામ વિદ્યાર્થીઓ તથા તેમને યોગ્ય માર્ગદર્શન આપનાર શિક્ષકોને શાળાના આચાર્યએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગામના સરપંચ, સભ્ય અને ગામના આગેવાનો દ્વારા પણ તમામ વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે “આ તમામ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની જેમજ જિલ્લામાં પણ ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરશે.”