મોરબી : ઓક્ટોબર-2025 માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન અન્વયે રાજ્ય સરકાર દ્વારા ‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-2025’ જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઑનલાઇન અરજીઓ કરવા માટે તા.14-11-2025 થી 15 દિવસ સુધી ખુલ્લું મુકવામા આવ્યું છે, આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે.ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેની મોરબી જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.