મોરબી: મોરબી જિલ્લાના પાટીદાર ભાઈઓ અને બહેનો વચ્ચે સામાજિક એકતા અને સંગઠનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબી પાટીદાર સેવા સંઘ અને પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા 'પાટીદાર સ્નેહ મિલન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ તારીખ ૧૫-૧૧-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ કલાકે પંચાસર રોડ, સત્યમ હોલની સામે, મોરબી ખાતે યોજાશે. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પાટીદાર સમાજના જાણીતા અગ્રણીઓ અલ્પેશ કથીરિયા અને મનોજ પનારા ઉપસ્થિત રહીને સમાજને માર્ગદર્શન આપશે. પાટીદાર યુવા સેવા સંઘે મોરબી જિલ્લાના તમામ પાટીદાર પરિવારોને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.