લોકોને ઓનલાઈન વેરો ભરવાની સેવાનો લાભ લેવા મહાપાલિકાનો અનુરોધ : 11 ક્લસ્ટર ઓફિસે પણ વેરો સ્વીકારવાય છેમોરબી: મોરબી મહાપાલિકાએ મિલકતધારકો/ભોગવટેદારને પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરવા માટેની ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થાઓ અંગે વિગતવાર જાણ કરી છે. મહાનગરપાલિકા હવે ઓનલાઈન વેબસાઇટ https://mmcgujarat.in/ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા વેરો સ્વીકારે છે.મોબાઇલ એપ્લિકેશન Play Store પરથી 'Morbi Municipal Corporation' સર્ચ કરીને MMC લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશન/વેબસાઈટ પર 'પ્રોપર્ટી ટેક્સ' અને 'વ્યવસાય વેરો' વિભાગમાં જઈ મિલકત નંબર નાખીને સરળતાથી ઓનલાઈન વેરો ભરી શકાય છે. અત્યાર સુધીમાં 5096 અરજદારોએ ઓનલાઈન માધ્યમથી પ્રોપર્ટી ટેક્સ ભરીને આ સુવિધાનો લાભ લીધો છે. વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનના QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી, વેરાની ચૂકવણી માટે વિવિધ સ્થળોએ કામગીરી શરૂ છે. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસમાં સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાય વેરાના EC સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય કચેરીના રૂમ નં. 9માં POS મશીન દ્વારા પણ મિલકતવેરો લેવાનો શરૂ કરવામાં આવ્યો છે.મોરબીની 11 ક્લસ્ટર ઓફિસો ખાતે સવારે 10:30 થી સાંજના 04:00 કલાક સુધી વેરા સ્વીકારવામાં આવશે. જેમાં કલસ્ટર-1: નાની વાવડી પંચાયત, કલસ્ટર-2: અમરેલી પંચાયત, કલસ્ટર-3: મહેન્દ્રનગર પંચાયત, કલસ્ટર-4: ભડીયાદ પંચાયત, કલસ્ટર-5: ત્રાજપર પંચાયત, કલસ્ટર-6: ગ્રીનચોક લાઈબ્રેરી, કલસ્ટર-7: વિશ્વકર્મા બાલ મંદિર, વાંકાનેર દરવાજા પાસે, કલસ્ટર-9: શનાળા ગ્રામપંચાયત, કલસ્ટર-10: રવાપર ગ્રામ પંચાયત, કલસ્ટર-11: લીલાપર ગ્રામ પંચાયત ખાતે વેરો ભરી શકાશે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાહેર અપીલ કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત સુવિધાઓનો લાભ લે.