મોરબી : આજે 14 નવેમ્બર એટલે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીના નાલંદા કિડ્ઝમાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાલંદા કિડ્ઝમાં આજે બેગ લેસ ડે રાખવામાં આવ્યો હતો અને બાળમેળાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો ઘરેથી બનાવેલો નાસ્તો લાવ્યા હતા. સાથે જ બાળકોએ વિવિધ રમતો રમી હતી. બાળકોએ ખૂબ જ મોજ-મસ્તી સાથે આ દિવસની ઉજવણી કરી હતી.