નગરદરવાજા ચોક ખાતે મંત્રી કાંતિલાલની ઉપસ્થિતિમાં આતશબાજી કરી એકબીજાના મોઢા મીઠા કરાવશેમોરબી : બિહાર વિધાનસભાના પરિણામો જાહેર થયા છે. જેમાં એનડીએ સૌથી આગળ રહી વિજય તરફ આગળ ધપી રહ્યું છે. ત્યારે મોરબીમાં આજે સાંજે ભાજપ દ્વારા નગરદરવાજા ચોક ખાતે ઉજવણી કરવામાં આવશે. ભાજપની યાદીમાં જણાવ્યા મુજબ મહત્વના રાજ્ય બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની લોકપ્રિયતા અને સંગઠનની તાકાત વડે, ભાજપનો કેસરીઓ લહેરાયો છે.અને એનડીએ એ જંગી વિજય પ્રાપ્ત કરીને ધીંગી બહુમતી મેળવી છે. આ ભવ્યાતિભવ્ય વિજયની ભવ્ય ઉજવણી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની તથા આગેવાનો કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિમાં આજે તા.14ને શુક્રવારના રોજ સાંજે 4 કલાકે નગરદરવાજા ચોકમાં આતશબાજી થશે અને કાર્યકરો મીઠા મોઢા કરાવાશે.