હળવદ: બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે અને NDAને જંગી બહુમતી મળી છે. ત્યારે આ જીતની ખુશીને લઈને સરા નાકા ખાતે ઢોલ નગારાના તાલે , ફટાકડા ફોડી, મોં મીઠા કરાવીને ભારતીય જનતા પાર્ટી હળવદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિની જીત ગણી ઉજવણી કરવા ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો, પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.