મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષા તરીકે ધનેશ્રીબેન ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. તેમની આ ઘોષણા કોઇમ્તુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય અધિવેશનમાં કરવામાં આવી હતી. આ અધિવેશનમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી 34 કાર્યકર્તાઓ અને 8 સંસ્કૃત પરિવારોએ ભાગ લીધો હતો. સમગ્ર દેશ-વિદેશમાંથી સંસ્કૃતપ્રેમીઓ વિદ્વાનો, શિક્ષણવિદો, સંસ્કૃત રસીકો, સંસ્કૃત કુટુંબોનો મહાસંગમ જોવા મળ્યો હતો.ધનેશ્રીબેન ભટ્ટ ગુજરાતમાં સંસ્કૃત ભારતીની શરૂઆતથી જ સક્રિયપણે જોડાયેલા છે. તેમણે સામાન્ય નગર સંયોજકથી લઈને પ્રાંત સ્તરના વિવિધ દાયિત્વો સફળતાપૂર્વક નિભાવ્યા છે. અને સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અથાગ પ્રયાસો કર્યા છે. વર્ષ 2012થી 2024 સુધી તેમણે કેનેડામાં રહીને પણ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે, જેણે સંસ્કૃત ભારતીના વૈશ્વિક વિસ્તરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓ અને સંસ્કૃતપ્રેમીઓમાં આ નિમણૂકથી હર્ષોલ્લાસનો માહોલ છે. આશા છે કે ધનેશ્રીબેનના અનુભવ અને સમર્પણથી સંસ્કૃત ભાષાના પ્રચાર, સંગઠનના વિસ્તરણ અને યુવા પેઢીને સંસ્કૃત સાથે જોડવાના કાર્યને નવી ગતિ મળશે. સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાન્ત સેનાપતિજી, મંત્રી પંકજભાઈ ત્રિવેદી, સહમંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ, સંસ્કૃત ભારતીના ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ વાગડીયા, વલ્લભભાઈ સિદપરા, પંકજભાઈ પાંચાણી, પ્રાંત ગણના સદસ્યો સહિતના તમામ કાર્ય કરતા હોય ધનેશ્રીબેનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત ધનેશ્રીબેનના નેતૃત્વમાં સાંસ્કૃતિક જાગૃતિના કાર્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.